રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારાના નામ જાહેર કર્યા છે. જેમાં ઉત્તરપ્રદેશથી ભાજપે સુધાંશુ ત્રિવેદીને રાજ્યસભામાં મોકલશે. અગાઉ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. સાથે પત્રકાર સાગરિકા ઘોષ, મમતા બાલા ઠાકુર અને સાંસદ નદીમુલ હકનું નામ યાદીમાં છે.
ભાજપે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં તેના 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહને ઉમેદવાર બનાવ્યા છે. યુપીમાંથી કુલ 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તે જ સમયે, પાર્ટીએ હરિયાણાથી સુભાષ બરાલાને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે બિહારમાંથી ડો.ધર્મશીલા ગુપ્તા અને ભીમ સિંહને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. ભીમ સિંહ ખૂબ જ પછાત સમાજમાંથી આવે છે. જ્યારે ડો.ધર્મશીલા ગુપ્તા વૈશ્ય સમુદાયના છે. રાજ્યસભા માટે જીતન રામ માંઝીનું પત્તું કપાઈ ગયું છે. આ સાથે સુશીલ મોદીનું નામ પણ યાદીમાં નથી.