એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે વધુ એક લાંચિયા એએસઆઇને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ધવલ રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. નર્મદા જિલ્લાના કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ધવલ વાડીલાલ પટેલે જુગારનો ધંધો કરતા એક બુટલેગરને તેનો જુનો વ્યવહાર બાકી છે. એ મામલે એસઆઈએ રૂપિયા 3000ની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા પરિણામે એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જેના પગલે એ.સી.બી.એ ફરિયાદના આધારે છટકું ગોઠવી એએસઆઇને લાંચ લેતા રંગે હાથ ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.