અંબાજી ખાતે હાલમાં પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ અને નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે. દેશ-વિદેશમાંથી માઈભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં 15મી ફેબ્રુઆરીએ ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો મા અંબાનાં દર્શન કરવા પધારશે. અંબાજી જતાં પહેલાં સવારે બજેટસત્રની બેઠક મળશે. અંબાજી માતાનાં દર્શનનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે. ધારાસભ્યો માટે 4 વોલ્વો બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.