લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી રણનીતિ બદલતી જોવા મળી રહી છે. રાજ્યસભા માટે ઉમેદવારોની લેટેસ્ટ યાદીમાં તેના સંકેત મળી રહ્યાં છે. પાર્ટીએ અત્યાર સુધી 6 મંત્રી અને એક મુખ્ય પ્રવક્તાના નામની જાહેરાત ફરી કરી નથી, તેનાથી અટકળો લાગી રહી છે કે ભાજપ હવે આ દિગ્ગજ નેતાઓને લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે. જોકે, તેને લઇને ઓફિશિયલ કઇ કહેવામાં આવ્યું નથી.
ભાજપ તરફથી ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા અને રાજીવ ચંદ્રશેખરને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી. ફરી રાજ્યસભાની ટિકિટ ના મેળવનારાઓમાં પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલૂનીનું નામ પણ સામેલ છે.





