સાબરકાંઠા પ્રાંતિજમાં મોડી સાંજે બે જૂથ વચ્ચે અથડામણ થયું છે. જેમાં 1 વ્યક્તિનું પથ્થરમારા દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે બેથી ત્રણ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પ્રાંતિજ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બુધવારે સાંજે કોઈ કારણોસર બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં રાજુભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. સ્ટ્રીટ લાઈટો બંધ કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, હાલ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.