ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું ફેક એકાઉન્ટ બની ગયું અને તેમાં શંકર ચૌધરીના ફોટા અપલોડ કરીને કોઈ વ્યક્તિ રૂપિયા ઉઘરાવતો થઈ ગયો હતો. આ સમગ્ર મામલો અમદાવાદ સાયબર ક્રાઇમ પાસે આવ્યો અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સામે આવ્યો હતો. આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે કે, આ એકાઉન્ટ અન્ય રાજ્યમાંથી ઓપરેટ થતું હતું. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીને ફોટા મુકીને ગઠીયાએ અલગ અલગ વ્યક્તિઓને મેસેજ કરવામાં આવ્યા હતા. મેસેજમાં આર્મીમેનની ઓળખ આપી સસ્તામાં વસ્તુ આપવાની લાલચ આપી લોકોને ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમગ્ર મામલાની જાણ સાયબર ક્રાઈમ પોલીસને થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન ફેસબુક એકાઉન્ટ ઝારખંડથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સાયબર ક્રાઇમબ્રાંચની ટીમ ઝારખંડ પહોંચી ગઇ છે.