ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનશનિવારેહવામાનની ચોક્કસ માહિતી આપતો ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરશે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. GSLV Mk II રોકેટ દ્વારા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. તે ઉડાન ભર્યા પછી લગભગ 20 મિનિટ પછી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત થશે.
1 જાન્યુઆરી 2024ના રોજ PSLV-C58/EXPOSAT મિશનના પ્રક્ષેપણ પછી 2024નું આ ISROનું બીજું મિશન છે. આ INSAT-3D સિરીઝની સાતમી ઉડાન હશે. આ સિરીઝનો છેલ્લો ઉપગ્રહ, INSAT-3DR, 8 સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. એસ. સોમનાથના જણાવ્યા અનુસાર, 10 નવેમ્બર 2023થી INSAT-3DSના વાઇબ્રેશન ટેસ્ટ શરૂ થયા હતા. તે 6-ચેનલ ઈમેજર અને 19-ચેનલ સાઉન્ડર દ્વારા હવામાન સંબંધિત માહિતી આપશે. સાથે જ સર્ચ અને રેસ્ક્યૂ માટે ગ્રાઉન્ડ ડેટા અને મેસેજ પણ રિલે કરશે.
2274 કિગ્રાનો ઉપગ્રહ, એકવાર કાર્યરત થયા પછી, પૃથ્વી વિજ્ઞાન, હવામાન વિભાગ (IMD), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી (NIOT), હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગોને સેવા આપશે. 51.7 મીટર લાંબુ રોકેટ ઇમેજર પેલોડ, સાઉન્ડર પેલોડ, ડેટા રિલે ટ્રાન્સપોન્ડર અને સેટેલાઇટ એડેડ સર્ચ અને રેસ્ક્યૂ ટ્રાન્સપોન્ડર લઈ જશે. જેનો ઉપયોગ વાદળો, ધુમ્મસ, વરસાદ, બરફ અને તેની ઊંડાઈ, અગ્નિ, ધુમાડો, જમીન અને મહાસાગરોના અભ્યાસ માટે કરવામાં આવશે.
INSAT અથવા ઈન્ડિયન નેશનલ સેટેલાઈટ સિસ્ટમ ISRO દ્વારા ભારતની કમ્યુનિકેશન, હવામાનશાસ્ત્ર અને સર્ચ અને રેસ્ક્યૂ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી હતી. આ જિયો સ્ટેશરી સેટેલાઈટની સિરીઝ છે. તેની શરૂઆત 1983માં થઈ હતી. INSAT એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી મોટી લોકલ કમ્યુનિકેશન સિસ્ટમ છે.