પાપુઆ ન્યુ ગિનીમાં ફરી એકવાર ભીષણ હિંસા ફાટી નીકળી છે. પોલીસે જણાવ્યું કે દેશના આદિવાસી વિસ્તારોમાં થયેલી હિંસામાં 60થી વધુ લોકો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે હિંસા લાંબા સમયથી ચાલી રહી હતી. જેના પરિણામો મોતનો આંક આટલો ઊંચો ગયો છે. જો કે તાજેતરના સમયમાં સૌથી મોટી હિંસા છે.
સ્થાનિક પોલીસ કમિશનર ડેવિડ મેનિંગે જણાવ્યું કે અધિકારીઓ અને સૈનિકોએ 60 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે તેઓ રાજધાની પોર્ટ મોરેસ્બીથી 600 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં વાબાગ શહેરની નજીક માર્યા ગયા હતા. મૃત્યુના ચોક્કસ સંજોગો તાત્કાલિક સ્પષ્ટ થયા ન હતા, પરંતુ પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ભારે ગોળીબારના અહેવાલો છે.
આ ઘટના સિકિન અને કાકિન જાતિઓ વચ્ચેના સંઘર્ષ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. પોલીસને ઘટના સ્થળેથી વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ મળ્યા છે. પાપુઆ ન્યુ ગિનીમાં હાઈલેન્ડ ટ્રાઈબ્સ સદીઓથી એકબીજા સાથે લડી રહ્યા છે, પરંતુ ઓટોમેટિક હથિયારોના વપરાશને કારણે અથડામણ વધુ ઘાતક બની ગઈ છે અને હિંસા વધી છે.
પાપુઆ ન્યુ ગિનીની સરકારે હિંસા પર નિયંત્રણ મેળવવા માટે દમન, મધ્યસ્થી, માફી અને અન્ય વિવિધ વ્યૂહરચનાઓ અજમાવી છે, પરંતુ થોડી જ સફળતા મળી છે. સૈન્યએ આ વિસ્તારમાં લગભગ 100 સૈનિકો તૈનાત કર્યા હતા, પરંતુ તેમનો પ્રભાવ મર્યાદિત હતો