રાજ્યના મુન્દ્રામાંથી ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે દરોડા પાડીને વર્ષ 2021માં પોર્ટથી બે કન્ટેનરોમાંથી 3000 કિલોગ્રામનું 21000 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ કેસનો આરોપી જોબમજીત સિંગ બલવિન્દ્રસિંગ સંધુ ભુજ પોલીસને ચકમો આપીને ફરાર થયો છે. ભુજથી અમૃતસર ડ્રગ્સ કેસના આરોપીને કોર્ટમાં રજુ કરીને પરત લઈ જતી ભુજ પોલીસ હેડ ક્વાર્ટરની કેદી જાપ્તા પાર્ટીની નજર ચુકવીને આરોપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે.
14-2ના રોજ ભુજની પાલાર જેલથી અમૃતસર ડ્રગ્સ કેસના આરોપી જોબનસિંઘને લઈ જવાયો હતો. જ્યાં તેને અમૃતસરની સેસન્સ કોર્ટમાં રજુ કરાયા બહાદ પરત તેને ભુજ લઈ આવતો હતો, અમૃતસરથી પરત ફરતી વખતે કેદીને જમવા લઈ ગયા હતા, ભુજ હેડક્વાર્ટરના ત્રણ પોલીસ કર્મચારીઓની નજર ચુકવીને આરોપી ફરાર થઈ ગયો હતો, કેદી પાર્ટી જાપ્તા ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સપેક્ટર આર.સી. સોલંકીએ કચ્છ પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસે નાકાબંધી ગોઠવીને શોધખઓળ હાથ ધરી પરંતુ 24 કલાક પછી પણ આરોપીનો ક્યાંય પતો લાગ્યો નથી.
આરોપી વિરુદ્ધ રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં અમનેક ગુનાઓ નોંધાયો હતો. આ કેસમાં બેદરકારી દાખવનારા પીએસઆઈ સહિતનાઓ સામે કાર્યવાહી થશે.