અરવલ્લીમાંમૌલાનાના ભડકાઉ ભાષણ મામલે આયોજક ઇશાક ગોરીનેકોર્ટથી જામીન મળી ગયા છે. જ્યારે મૌલાના સલમાન અઝહરીનાજામીનને લઈ સુનાવણી હાથ ધરાશે. અગાઉ મોડાસામાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના સલમાન અઝહરીને મોડાસા ટાઉન પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી.
અરવલ્લીમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલે કાર્યક્રમના આયોજક ઈશાક ગોરીને જામીન મળ્યા છે. જ્યારે મૌલાના સલમાન અઝહરીના જામીનને લઈ મોડાસા સેશન કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. માહિતી મુજબ, હાલ મૌલાનાને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. અગાઉ 24 ડિસેમ્બર 2023 ના રોજ મોડાસામાં ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મોડાસા ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી.
કોર્ટે મૌલાના સલમાન અઝહરીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે, શનિવારના રોજ મૌલાનાના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટ દ્વારા મૌલાના સલમાન અઝહરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા આવ્યો હતો. ત્યાર બાદ સુરક્ષાના કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. મોડાસા સેશન કોર્ટેમાં આરોપીના વકીલ આવતીકાલે જામીન અરજી કરશે.