ફિલ્મ કસુંબોમાં બારોટ સમાજના વીર બલિદાનની ગાથા દેખાડવામાં આવી છે. આદિપુર ગામના બારોટ સમાજે ખિલજીથી પવિત્ર શેત્રુંજય પર્વતને બચાવ્યો હતો. તે સમયે બારોટ સમાજના અને આદિપુર ગામના વતની દાદુ બારોટ સહિત 51 બહાદુરોએ શેત્રુંજય પર્વતની રખેવાળી માટે પોતાના બલિદાન આપ્યાની શૌર્યગાથા રજૂ કરવામાં આવી છે.
51 બહાદુરોએ શેત્રુંજય પર્વતની રખેવાળી માટે પોતાના બલિદાન આપ્યાની શૌર્યગાથા રજૂ કરવામાં આવી
ત્યારે અમદાવાદના બારોટ સમાજના પુરુષોએ માથા પર કેસરી સાફો ધારણ કર્યો હતો અને સફેદ કપડા પર હાથના થાપાની છાપ સાથે કસુંબો ફિલ્મ જોવા પહોંચ્યા હતા. તો બીજી તરફ મોટી સંખ્યામાં મહિલાઓ પણ સમાજની ગૌરવગાથાને નિહાણવા પહોંચી હતી. અંદાજીત 300થી વધુ બારોટ સમાજના લોકો અમદાવાદના એક સિનેમા ગૃહમાં કસુંબો ફિલ્મ નિહાળી હતી.