ઇકોનોમિક અફેન્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચર બે દિવસથી પત્નીની તબિયત નાદૂરસ્થ હોવાનું કહીને રજા પર ઉતરી ગયા છે અને ક્યાં છે એ કોઈને ખબર નથી, પરંતુ આટલી મોટી ઘટના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં બન્યા બાદ સિનિયર અધિકારીએ કોઈપણ કચાશ ન રહી જાય અને તપાસમાં દરેક મુદ્દાને આવરી લેવામાં આવે તે પ્રકારે સૂચના આપી છે.
પોલીસને શંકા છે અને કેટલીક માહિતી પણ મળી છે. ખાચરના આ પ્રેમ સંબંધ વિશે તેના સ્ટાફના કેટલાક લોકોને ખબર હતી. હવે આ માટે તેઓના નિવેદનો લેવાની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે અને મૃતક યુવતીના પરિવારજનોના પણ નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં બુધવારે મહિલા ડોક્ટરે કરેલા આપઘાત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા તબીબના આપઘાતની જાણ થતાં જ પીઆઈ ખાચર પત્ની બીમાર હોવાનું કહી બે દિવસની રજા પર ઉતરી ગયા હતા. જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. હવે પોલીસ મૃતક વૈશાલી જોષીનો મોબાઇલ વિઝિલન્સમાં મોકલશે. તેમજ જે સુસાઈડ નોટ અને 15 પાનાની ડાયરી મળી આવી હતી. તેમાં અક્ષરો કોના છે તે માટે પણ એક્સપર્સ પાસે ચેક કરાવવામાં આવશે. પીઆઇએ છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી મહિલા ડોક્ટરો સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતુ. તેમજ પોલીસ વૈશાલીની આત્મહત્યાના દિવસે ત્યાં આવી હોવાની જાણ સ્ટાફને હોવાથી તેમના નિવેદન લેવાશે. ઉપરાંત વૈશાલી જ્યાં રહેતી હતી ત્યાં આસપાસના લોકોના અને નોકરી કરતી તે હોસ્પિટલના સ્ટાફના અને પરિવારજનોના નિવેદન લેવામાં આવશે.