Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ISROએ લોન્ચ કર્યું 21મી સદીનું પુષ્પક વિમાન

પુષ્પક વિમાન એક SUV કદના પાંખવાળું રોકેટ છે, જેને 'સ્વદેશી સ્પેસ શટલ' પણ કહેવામાં આવે છે

dharmendravaghela by dharmendravaghela
2024-03-22 11:51:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શુક્રવારે (22 માર્ચ) સવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં ‘પુષ્પક’ વિમાન સફળતાપૂર્વક લેન્ડ કર્યું. વાત જાણે એમ છે કે, ISROએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પુષ્પક વિમાન એક SUV કદના પાંખવાળું રોકેટ છે, જેને ‘સ્વદેશી સ્પેસ શટલ’ પણ કહેવામાં આવે છે. ફરીથી વાપરી શકાય તેવા રોકેટ સેગમેન્ટમાં સફળતા હાંસલ કરવાની દિશામાં ભારત દ્વારા આ એક મોટું પગલું છે.
ISROએ કહ્યું કે, RLV LEX-02 લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR)માં સવારે 7.10 વાગ્યે કરવામાં આવ્યું હતું. વિન્ગ્ડ પુષ્પક (RLV-TD) નજીવી ઉંચાઈથી પ્રક્ષેપિત થયા બાદ સફળતાપૂર્વક ચોકસાઈ સાથે રનવે પર ઉતર્યું. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આ રોકેટને આકાશમાંથી છોડવામાં આવ્યું હતું.
પુષ્પક રોકેટની આ ત્રીજી ઉડાન હતી. પુષ્પક રોકેટનું પ્રથમ વખત 2016માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે તેને બંગાળની ખાડીમાં વર્ચ્યુઅલ રનવે પર લેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે તે ફરીથી સંપૂર્ણપણે ડૂબી ગયું અને ક્યારેય પુનઃપ્રાપ્ત થયું નહીં. બીજું પરીક્ષણ 2023માં થયું હતું જ્યારે તેને લેન્ડિંગ માટે ચિનૂક હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવ્યું હતું. ISRO સતત આ રોકેટનું પરીક્ષણ કરી રહ્યું છે જેથી પડકારજનક સ્થિતિમાં તેની ક્ષમતાનું પરીક્ષણ કરી શકાય.
પુષ્પકને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં ઘણા વર્ષો લાગશે. રોકેટને રામાયણમાં ઉલ્લેખિત પુષ્પક વિમાન પરથી પુષ્પક નામ મળ્યું. પુષ્પક વિમાન ધનના દેવતા કુબેરનું વાહન હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું હતું કે, પુષ્પક પ્રક્ષેપણ વાહન એ ભારતના અવકાશ મિશનને આર્થિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ સ્પેસ શટલને તૈયાર કરવાનું કામ 10 વર્ષ પહેલા શરૂ થયું હતું. એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની ટીમે આના પર રાત-દિવસ કામ કર્યું છે.

Tags: indiaisropushpak
Previous Post

આચારસંહિતા લાગુ કરાયા બાદ પાંચ દિવસમાં 6 કરોડની મત્તા પકડાઇ

Next Post

મધ્ય પ્રદેશના ધારમાં 1000 વર્ષ જુની ભોજશાળાનો સર્વે શરુ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
મધ્ય પ્રદેશના ધારમાં 1000 વર્ષ જુની ભોજશાળાનો સર્વે શરુ

મધ્ય પ્રદેશના ધારમાં 1000 વર્ષ જુની ભોજશાળાનો સર્વે શરુ

ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવારો નક્કી

કોંગ્રેસના વધુ 11 ઉમેદવારોના નામો પર મહોર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.