બિહારના સુપૌલમાં એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પુલ નીચે અંદાજે 30 જેટલા મજૂરો ફસાયા છે. કાટમાળ નીચે ફસાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પુલ ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. આ અકસ્માત સવારે 7 વાગ્યાની આસપાસ થયો હતો. રાહત અને બચાવ કાર્ય માટે સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી રહી છે.
શુક્રવારની સવારે બિહારના સુપૌલમાં મોટી દુર્ઘટના ઘટી છે. આજે સવારે અહીં પુલનો ગર્ડર તુટી પડ્યો હતો. જેમા ઘણા મજૂરો દટાયા હોવાની આશંકા છે. જોકે, હજું સ્પષ્ટ થયુ નથી કે કેટલા લોકો આ દુર્ઘટનામાં ફસાયા છે. સમાચાર મળતા જ આસપાસના લોકો રાહત અને બચાવ કાર્ય માટે એકઠા થઇ ગયા છે. આ પુલ બિહાર રાજ્યના સુપૌલના બાકોરમાં બની રહ્યો છે. અહીં સૌથી મોટી વાત એ છે કે, જેવો આ ભયાનક અકસ્માત થયો કંપનીના લોકો ભાગી ગયા.