વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે.
તેઓએ પોતાના X હેન્ડલ પર જણાવ્યું છે કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું હતું, ત્યારથી વડોદરા શહેર-જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.