રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે મોટો આતંકી હુમલો થયો હતો. બંદૂકધારીઓએ એક મોટા ખ્રિસ્તી મેળાવડાના સ્થળે લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 100 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે રશિયા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આતંકીઓ સેનાની વર્દી પહેરીને સમારોહના સ્થળે ઘૂસ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, ‘મોસ્કોમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત દુખની આ ઘડીમાં રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે. થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં યોજાયેલી ચૂંટણી જીતીને સત્તા પર પોતાની પકડ વધુ મજબૂત કરી હતી. આવી સ્થિતિમાં આ ઘટના તેમના માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.