વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ વડોદરા લોકસભા બેઠકનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તેમના સોશિયલ મીડિયાના X હેન્ડલ, ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન… ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે. જ્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.