Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનું છોડાવી આપવાને બહાને ભત્રીજા, વકીલ સહિત ત્રણ જણાએ ૧૦.૧૬ લાખ પડાવી લીધા

હીરા દલાલની ફરિયાદ લઈ તેના ભત્રીજા સહિત ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

dharmendravaghela by dharmendravaghela
2024-03-28 12:01:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા હીરા દલાલ બેંગકોકથી સોનું લઈને આવતા બોમ્બે એરપોર્ટ ખાતે પકડાયો હતો. આ સોનું છોડાવી આપવાને બહાને હીરા દલાલ પાસેથી તેના ભત્રીજા, વકીલ સહિત ત્રણ જણાએ રૂપીયા ૧૦.૧૬ લાખ પડાવી લીધા બાદ સોનું છોડાવી નહી આપી કે પૈસા પરત નહી કરી છેતરપિંડી કરી હતી. પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ તેના ભત્રીજા સહિત ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
કતારગામ વેડ રોડ વિહાર સોસાયટીમાં રહેતા હીરા દલાલ ભાવેશકુમાર દામજીભાઈ કપુરીયા (ઉ.વ.૪૩) ગત તા ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ધંધાના કામ માટે બેગ્કોક ગયા હતા અને ત્યાંથી પરિવારના સભ્યો માટે રૂપિયા ૧૮,૪૮,૦૫૭ના કિંમતનો ૩૫૭ ગ્રામ સોનું લઈને પરત ગત તા ૩૦ ઓગસ્ટના રોજ ભારત પરત ફરતા બોમ્બે એરપોટ ખાતે પકડાયો હતો. એરપોર્ટ ઓથોરીટીએ તેની પાસેનું સોનુ સીઝ કરી ૧૫૧૭ કલમ હેઠળ નોટીશ આપી અધિકારીએ સમન્સ આવશે ત્યારે હાજર રહી સોનું છોડાવાની પ્રોસેસ કરવાનું કહી જવા દીધો હતો. દરમ્યાન ભાવેશકુમારે આ અંગે તેના ભત્રીજા દિપક કપુરીયા (રહે, રૂક્ષમણી એપાર્ટમેન્ટ કઠોરગામ કામરેજ)ને વાત કરતા તેઓએ તેના સિનીયર એડવોકેટ કે.ડી. શેલડીયાને વાત કરી વરાછા મીનીબજાર ખાતે મળવા માટે ગયા હતા.
દિપ કપુરીયાએ ભાવેશકુમારે કાકા તમે ફીકર નહી કરો કે.ડી. શેલડીયા સાહેબની બોમ્બે એરપોર્ટ ખાતે ઘણા સાહેબો સાથે સારી ઓળખાણ છે અને હાઈકોર્ટના મોટા વકીલ પણ છે આાપણુ કામ સારી રીતે પાર પડશે કહ્નાં હતું. ત્યારબાદ કે.ડી.શેલડીયાએ તુષાર નામના વ્યકિત સાથે મુલાકાત કરાવી હતી તુષાર સેટીંગમં તમારુ કામ કરાવી આપશે કહ્નાં હતુ. ત્યારબાદ ભાવેશકુમારને બે ત્રણ વખત બોમ્બે એરપોર્ટ ખાતે કસ્ટમ ઓફિસર મિશ્રા સાહેબને મળવાને બહાને લઈ ગયા હતા. પરંતુ મુલાકાત કરાવી ન હતી. તેમજ ભાવેશકુમારને ચાર સમન્સમાં હાજર થયા ન હોવાથી બોમ્બે કોર્ટમાંથી જમીન લઈ બોન્ડ ભરવા પડશે તેનો ૪૦ હજાર માંગ્યા હતા.
તેમજ કસ્ટમમાંથી સોનું છોડાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવાના બહાને ૫૦ હજાર માંગ્યા હતા. જોકે ભાવેશકુમારે તેમને પૈસા આપ્યા ન હતા અને અન્ય વકીલને વાત કરી તેમની સાથે બોમ્બે એરપોર્ટ ખાતે જઈ તેમને સમન્સ તેમજ ગોલ્ડ છોડાવવા માટે આવેલા મેઈલ બતાવતા એરપોર્ટ ઓથોરીટીના અધિકારીને બતાવતા તેઓએ ચેક કરી તેમના દ્વારા કોઈ મેઈલ કે સમન્સ મોકલવામાં આવ્યા નથી. આ મેઈલ બોગસ હોવાનુ કહેતા તેઓ ચોંકી ગયા હતા અને તેમને ખ્યાલ આવી ગયો કે દિપ કપુરીયા, એડવોકેટ કે.ડી. શેલડીયા અને તુષાર દ્વારા ગોલ્ડ છોડાવી આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા ૧૦.૧૬ લાખ પડાવી છેતરપિંડી કરી છે. પોલીસે તેમની ફરિયાદને આધારે ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Tags: cheating firgoldsurat
Previous Post

માફિયા અતીકની પત્નીનો સાગરિત બલ્લી પંડિત ઝડપાયો

Next Post

સુરત : ઈડીએ માથાભારે સજ્જુની મિલકતોને લીધી ટાંચમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
સુરત : ઈડીએ માથાભારે સજ્જુની મિલકતોને લીધી ટાંચમાં

સુરત : ઈડીએ માથાભારે સજ્જુની મિલકતોને લીધી ટાંચમાં

જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર

જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.