લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે અનેક પ્રકારના સમાચારો સામે આવી રહ્યાં છે. રાજકીય પાર્ટીઓ પોતાનો જોરદાર પ્રચાર પણ કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યુસુફ પઠાનઅત્યારે જનતાને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના બહેરામપુરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર, યુસુફ પઠાણ, ક્રિકેટ વર્લ્ડ કપની જીતની ક્ષણ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર સાથેની તેમની તસવીરો સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. યુસુફ પઠાણને કારણે પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે.
ઉલ્લેખનીય છે કે, યુસુફ પઠાણના આ ચૂંટણી પ્રચાર અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ પંચે ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની મોમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 2011 વર્લ્ડ કપ જીતવાની પળની તસવીરોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકાશે નહીં. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે બહેરામપુર ટીએમસી ઉમેદવારના પ્રચારમાં ફોટો વિવાદને લઈને જિલ્લા તૃણમૂલની નિંદા કરી છે.
યુસુફ પઠાન દ્વારા કરવામાં આવતા પ્રચાર અંગ થયેલી ફરિયાદોને જોતા ચૂંટણી પંચે મુર્શિદાબાદના જિલ્લા અધિકારી પાસે રિપોર્ટ માંગી છે. જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓએ પૂછ્યું છે કે સચિનની તસવીરનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે, તેના માટે કોઈ માન્ય પરવાનગી છે કે નહીં. આ પછી, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાંથી માહિતી મોકલવામાં આવી હતી કે જે સંસ્થા તરફથી ફ્લેક્સ અને બેનરો બનાવવામાં આવ્યા હતા તેની માહિતી માંગવામાં આવી હતી.