ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને લોકો તેના નિર્ણયો અને વિચિત્ર નિવેદનો માટે જાણે છે. કિમ શું અને ક્યારે બોલવા જઈ રહ્યો છે તેની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ તેઓ અવારનવાર પોતાની મિસાઈલના પરિક્ષણને લઈને સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ પણ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. કિમ સતત પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરી રહ્યો છે પરંતુ હવે કિમ જોંગે કંઈક એવું કહ્યું છે જેના કારણે દુનિયાના તમામ દેશોનો તણાવ વધી ગયો છે.
એક રીતે વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. એક તરફ રશિયા અને યુક્રેન તો બીજી તરફ ઈઝરાયલ અને ગાઝા અને હવે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન તરફથી આવી રહેલા નિવેદનથી ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો દેખાઈ રહ્યો છે. કિમ જોંગ ઉન સતત પોતાની સૈન્ય શક્તિ વધારવામાં લાગેલા છે અને જો અહેવાલોનું માનીએ તો કિમ જોંગ ઉને તાજેતરમાં જ યુદ્ધ માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું છે.
વાસ્તવમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાના પાડોશી દક્ષિણ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયાની સૈન્ય તૈયારીઓના કેન્દ્રમાં દક્ષિણ કોરિયા છે અથવા એમ પણ કહી શકાય કે કિમ દક્ષિણ કોરિયાનો સામનો કરવા માટે પોતાના શસ્ત્રોના શસ્ત્રાગારમાં વધારો કરી રહ્યો છે.