ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાનની આ પ્રથમ હાર છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 196 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. છેલ્લા બોલ પર ટીમે મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી સંજુ સેમસને 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિયાન પરાગે 76 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગુજરાત તરફથી ઉમેશ યાદવ, રાશિદ ખાન અને મોહિત શર્માએ એક-એક વિકેટ લીધી હતી.
ગુજરાતની જીતમાં રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 11 બોલમાં 24 અણનમ રન બનાવ્યા હતા. રાહુલ તેવટિયાએ 22 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 72 રનની ઇનિંગ રમી હતી. સાઈ સુદર્શને 35 રન બનાવ્યા હતા.