દેશમાં 10 થી 24 વર્ષના યુવાનો કિશોરો,દારૂ, તમાકુ અને ભાંગ જેવા નશાની પકકડમાં ફસાઈ રહ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો 15 રાજયોમાં 1630 યુવાનો પર થયેલા સર્વે બાદ થયો છે. તેમાં એક તૃતિયાંશ યુવાનો નશાનાં વ્યસની થઈ ચુકયા છે. સંશોધન મુજબ 1630 માંથી 32.8 યુવાનો નશાની ચૂંગાલમાં છે. નશા કરનારાઓમાં નિમ્ન આવકવાળા વર્ગનાં બાળકોની સંખ્યા વધુ છે.
75 ટકા અર્થાત ત્રણ ચર્તુથાંશ યુવાનો એવા હતા જે કિશોરાવસ્થા અર્થાત 18 વર્ષની વયથી જ નશો શરૂ કરી રહ્યા હતા. 26.4 ટકા યુવાનોએ તમાકુ ઉત્પાદનોના સેવનની વાત સ્વીકારી હતી અને 26.1 ટકાએ દારૂના સેવનની વાત સ્વીકારી હતી.જયારે 9.5 ટકા યુવકોએ ભાંગ લેવાની વાત કરી હતી.અધ્યયન અનુસાર સૌથી વધુ મિઝોરમમાં 89 ટકા અને સૌથી ઓછા કેરળમાં 7.5 ટકા યુવાનો નશાની ચુંગાલમાં ફસાયા હોવાનું બહાર
આવ્યું છે. જયારે સૌથી નીચી આવકવાળા પરિવારોમાં સૌથી વધુ 40 ટકા, મધ્યમ આવકવાળા 29 ટકા જયારે વધુ આવકવાળા સૌથી વધુ સૌથી ઓછા 23 ટકા યુવાનો નશામાં સામેલ હોવાની વાત કરી હતી.
દેશનાં જુદા જુદા રાજયો, જીલ્લામાં નશાની પકકડમાં આવેલા યુવાનો કિશોરોની વાત કરીએ તો ગુજરાતમાં દાહોદ 61 ટકા, બેંગલુરૂમાં 54.5 ટકા, પઠનમથીટ્ટા 7.5 ટકા ચેન્નાઈ 46.3 ટકાનો સમાવેશ થાય છે.