ઇશ્વરપ્પાએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી અને હાવેરીથી તેમના પુત્રને ટિકિટ આપવાની માંગ કરી હતી. પરંતુ આવું ન થતાં તેઓ બળવાખોર બન્યા અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તેમણે ભાજપના નેતા અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં યેદિયુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્ર સામે ચૂંટણી લડશે.
કર્ણાટકના બળવાખોર નેતા કેએસ ઇશ્વરપ્પા સામે ભાજપે કાર્યવાહી કરી છે. કર્ણાટક ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતા બળવાખોર બનેલા કેએસ ઇશ્વરપ્પાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પોતાના પુત્રને હાવેરીથી લોકસભાની ટિકિટ ન આપવાથી નારાજ ઈશ્વરપ્પાએ શિવમોગાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ કારણે પાર્ટીએ હવે તેમની સામે કાર્યવાહી કરી છે. ઇશ્વરપ્પાને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પંચ તરફથી શેરડીના ખેડૂતનું ચૂંટણી ચિહ્ન મળ્યું છે.