પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના (67 વર્ષ) અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્ના (33 વર્ષ)ના સેક્સ સ્કેન્ડલ કેસમાં મુશ્કેલીઓ વધી રહી છે. તેમની નોકરાણીની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ યૌન શોષણના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ માટે બંને આરોપીઓને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. બીજી તરફ વિદેશ ભાગી ગયેલા પ્રજ્વલ રેવન્નાએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, તે બેંગલુરુમાં નથી.
પ્રજ્વલ રેવન્નાની વિદેશ યાત્રા પર વિદેશ મંત્રાલય સામે આવ્યું છે જેમાં તેમને કહ્યું છે કે, ‘રાજદ્વારી પાસપોર્ટ ધારકોને જર્મની જવા માટે કોઈ વિઝાની જરૂર નથી’ પ્રજ્વલે X પર એક લેટર પોસ્ટ કરતા લખ્યું કે, હું પૂછપરછમાં શામેલ થવા માટે બેંગલુરુમાં નથી, એટલા માટે હું મારા વકીલના માધ્યમથી સી.આઈ.ડી. બેંગલુરુને જાણ કરી દીધી છે. જલદીથી સત્યનો વિજય થશે. જજેડીએસે પ્રજ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે અને તે FIR અગાઉ જ વિદેશ ભાગી ગયો છે. પ્રજ્વલના વકીલ વતી એવું કહેવામાં આવ્યું છે કે પ્રજ્વલ રેવન્ના બેંગલુરુની બહાર છે, નોટિસ મુજબ તેમને બેંગલુરુ પરત આવવા અને પૂછપરછ માટે તેમની સમક્ષ હાજર થવા માટે 7 દિવસનો સમય જોઈએ છે