ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજ્યની તમામ શાળાઓમાં આજથી 35 દિવસનું ઉનાળું વેકેશનની શરૂઆત થવા પામી છે. રાજ્યની શાળાઓમાં 35 દિવસનુ વેકેશન છે. જ્યારે કોલેજોમાં 49 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આજથી શાળા કોલેજનાં કેમ્પસ સૂમસામ બનશે. આગામી 13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. તેમજ કોલેજોમાં 24 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. તે રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે. પ્રાથમિક શાળાઓમાં 13 જૂનથી નવું સત્ર શરૂ થશે. જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળું વેકેશન અપાયું હતું.





