દાહોદ લોકસભા બેઠકના સંતરામપુર તાલુકાના પરથમપુર બુથ પર ફરી મતદાન થઇ રહ્યું છે. પરથમપુર બુથ પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે જે સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. ચૂંટણી પંચ દ્વારા બુથનું લાઇવ વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા પરથમપુરના એક બુથ પર ભાજપના નેતાના પુત્ર દ્વારા 7 મેએ ચૂંટણી દરમિયાન બુથ કેપ્ચર કરવામાં આવ્યું હતું. તે બાદ ચૂંટણી પંચ દ્વારા ફરી મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પરથમપુરમાં મતદાન પહેલા કલમ 144 લાગુ કરવામાં આવી હતી. મતદાન દરમિયાન પરથમપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરથમપુરમાં 618 પુરૂષ અને 606 સ્ત્રી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.





