પીએમ મોદી વારાણસીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરશે. પીએમ મોદી અસ્સી ઘાટ પર પૂજા કરશે. તે બાદ તે કાશીના કોતવાલ કાલભૈરવના આશીર્વાદ લઇને નોમિનેશન ફોર્મ ભરવા માટે જશે. પીએમ મોદીના નોમિનેશન ફોર્મ દરમિયાન 12 રાજ્યના મુખ્યમંત્રી સામેલ થશે.
આ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો હતો. BHUથી કાશી વિશ્વનાથ મંદિર સુધીના આ રોડ શોમાં શહેનાઇ, શંખ અને હર હર મહાદેવના નારા ગૂંજી રહ્યાં હતા. આ દરમિયાન સમર્થકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
રોડ શો દરમિયાન રથ પર પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સવાર હતા. રસ્તા પર બન્ને નેતાઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પીએમ મોદી ક્યારેક હાથ જોડીને તો ક્યારેક હાથ હલાવીને સમર્થકોનો આભાર માનતા જોવા મળ્યા હતા.