Friday, January 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ત્રણ નેતાથી ભાજપ નારાજ

ભાજપ હાઇકમાન્ડ લોકસભાની ચૂંટણીનાં પરિણામ સુધી રાહ જોવાના મૂડમાં

dharmendravaghela by dharmendravaghela
2024-05-14 11:41:41
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ સામે હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ત્રણ નેતાઓમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણભાઇ કાછડિયા તથા બે ભૂતપૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે.
પ્રદેશ નેતાગીરીમાં રજૂઆત થઇ છે કે, આ ત્રણેય નેતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઇએ કે જેથી દાખલો બેસે. જોકે, ભાજપ હાઇકમાન્ડ લોકસભાની ચૂંટણીનાં પરિણામ સુધી રાહ જોવાના મૂડમાં છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતશે તો આ ત્રણેય નેતાને કાઢી મૂકાશે એવી હાઇકમાન્ડે પ્રદેશ નેતાગીરીને ખાતરી આપી છે.
નારણભાઇ કાછડિયાએ પોતાને હરાવવા માટે પ્રયત્નો કર્યા હોવાની ફરિયાદ અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ કરી છે. નારણભાઇ કાછડિયાએ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિનભાઇ પટેલ ઉર્ફ બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પ્રદેશ નેતાગીરી તેમના પર ભડકેલી છે.
જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને હરાવવા માટે ધર્મેન્દ્રસિંહ ઉર્ફ હકુભા જાડેજાએ ભરપુર પ્રયત્નો કર્યા હોવાની રજૂઆત માડમે કરી છે. પરશોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને હકુભા જાડેજાએ પૂનમબેન માડમ સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઇ છે. હકુભાએ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે.પી.મારવિયા સાથે મળીને ક્ષત્રિય અને પાટીદારો પાસે ભાજપ વિરોધી મતદાન કરાવ્યું છે. હકુભા પોતે લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં દેખાતા નથી.
માણાવદરમાં જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી છે. ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોથી બિલકુલ દૂર છે.

Tags: bjpgujaratparty virodhi pravrutti
Previous Post

કોતવાલ કાલભૈરવના આશીર્વાદ લઇને નોમિનેશન ફોર્મ ભરશે પીએમ મોદી

Next Post

ચોમાસું વહેલું, આગામી અઠવાડિયે આંદામાનના સાગરમાં થશે એન્ટ્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ
તાજા સમાચાર

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

January 15, 2026
ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત
તાજા સમાચાર

ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

January 15, 2026
ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ

January 15, 2026
Next Post
ચોમાસું વહેલું, આગામી અઠવાડિયે આંદામાનના સાગરમાં થશે એન્ટ્રી

ચોમાસું વહેલું, આગામી અઠવાડિયે આંદામાનના સાગરમાં થશે એન્ટ્રી

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સુશીલ મોદીનું નિધન

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સુશીલ મોદીનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.