આવકવેરા વિભાગના અધિકારીઓએ MS ખુરાના ગ્રુપને ત્યાં દરોડાની કામગીરી આજે પણ ચાલુ રહી હતી. અંદાજે 2 કરોડની રોકડ રકમ અને ઝવેરાત જપ્ત કર્યુ છે. દરોડામાં 10 લોકર સીલ કરાયા છે તેની ચકાસણીમાં બીજી વિગતો ઉપલબ્ધ થવાની શક્યતા છે. જોકે, 200 કરોડથી વધારેના બિન હિસાબો બહાર આવ્યા બાદ આવકવેરા વિભાગ બ્લેકમની એક્ટ હેઠળ કાર્યવાહી કરે તેવી સંભાવના છે. આ દરોડાની તપાસ કામગીરીમાં અન્ય આઇટીના અધિકારીઓ પણ જોડાયા છે.
આવકવેરા વિભાગના 150 જેટલા અધિકારીઓએ અમદાવાદ અને વડોદારામાં MS ખુરાના ગ્રુપ ઓફ કંપનીની ઓફિસો, રહેઠાણો અને સહભાગીઓની ઓફિસોમાં દરોડા પાડીને અંદાજે 200 કરોડના બિન હિસાબી ગેરરીતિ જણાઈ આવી છે. હાલ દસ્તાવેજોના આધારે તપાસ ચાલી રહી છે. દરોડાની કામગીરી હજુ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. કન્સ્ટ્રકશન અને સિવિલ વર્કસના બિઝનેસમાં સંકળાયેલા ગ્રુપના ચાર ડાયરેક્ટરોના રહેઠાણે પણ દરોડાની કામગીરી ચાલુ રાખવામા આવી છે.
MS ખુરાના એન્જીનીયરીંગ લિમિટેડની રજીસ્ટર્ડ ઓફિસ યુનિવર્સિટી સ્થિત પાસપોર્ટ ઓફિસની સામે જ્હાનવી રેસ્ટોરન્ટની પાછળના ભાગે એમ.એસ.કે હાઉસમાં ઓફિસ આવેલી છે. અમદાવાદમાં નારણપુરા, આંબાવાડી, સિન્ધુભવન રોડ, ઇસનપુરમાં માર્કેટીગ ઓફિસ, યુનિવર્સીટી વિસ્તારમાં અને વડોદરામાં ઓલ્ડ પાદરા રોડ, અકોટા ખાતે આવેલી ગુજરાતની રિજનલ ઓફિસમાં પણ તપાસ કરાઇ છે. મોટીમાત્રામાં વાધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે, ડીજીટલ ડિવાઇઝ જપ્ત કરાયા છે જેને આઇટી એક્સપર્ટની મદદથી ઓપરેટ કરાશે.