હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિનાં પવનો ફૂંકાઈ રહ્યા છે. તેમજ પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ, મહેસાણ, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તા. 21 મે થી લઈ 25 મે પાંચ દિવસ રાજ્યનાં અલગ અલગ જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ત્યારે મંગળવારનાં રાજ્યનાં છ શહેરોનાં તાપમાન 45 ડિગ્રી નોંધાવવા પામ્યું છે. ત્યારે હિંમતનગરમાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું હતુ કેતા, 26 થી 30 મે નાં રોજ રોહિણી નક્ષત્રમાં વરસાદ સારો થશે. તેમજ 4 જૂન બાદ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ સારો થવાની શક્યતા છે. પરંતું રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ આવશે તો સારો વરસાદ થશે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા હોઈ આગામી સમયમાં ચોમાસુ સમયસર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.