હાસન સીટથી જેડીએસના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્ના શુક્રવારે જર્મનીથી બેંગ્લુરૂ પહોંચ્યા. યૌન શોષણના આરોપી પ્રજ્વલની બેંગ્લોર એરપોર્ટ પર એસઆઈટીએ ધરપકડ કરી હતી.
કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલ અને યૌન શોષણના આરોપથી ઘેરાયેલા જેડીએસથી સસ્પેન્ડ સાંસદ પ્રજ્વલ રેવન્ના 35 દિવસ બાદ જર્મનીથી બેંગ્લોર પરત આવી ગયા છે. એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવાની થોડી મિનિટો બાદ એસઆઈટીએ તેમેની ધરપકડ કરી હતી. પ્રજ્વલ 27 એપ્રિલે બેંગ્લોરથી જર્મની ભાગી ગયા હતા.પ્રજ્વલને મહિલા પોલીસકર્મીઓની એક ટીમ જીપથી સીઆઈડી ઓફિસ લઈને પહોંચી. જેના બાદ તેને આખીરાત સીઆઈડી ઓફિસમાં જ રાખવામાં આવ્યા. એસઆઈટીની ટીમ એરપોર્ટથી બે સૂટકેસ પણ પોતાની સાથે લઈને આવી છે.
પ્રજ્વલ રેવન્નાને મેડિકલ ટેસ્ટ માટે શુક્રવારે સરકારી હોસ્પિટલ લઈ જવામા આવ્યા. તેમને 24 કલાકની અંદર મજીસ્ટ્રેટ કોર્ટની સામે હાજર કરવાના રહેશે. જ્યાં પોલીસ તેમની કસ્ટડી પણ માંગી શકે છે. રિપોર્ટ્સ અનુસાર એસઆઈટી પ્રજ્વલ રેવન્નાની 14 દિવસની કસ્ટડીની માંગ કરી શકે છે. જોકે અંદાજે કોર્ટ સાતથી 10 દિવસની કસ્ટડી જ આપે છે.
તેની સાથે જ ફોરેન્સિક ટીમ તેમનું ઓડિયો સેમ્પલ પણ લેશે. જેનાથી ખબર પડશે કે વાયરલ સેક્સ વીડિયોમાં આવી રહેલો અવાજ પ્રજ્વલનો છે કે નહીં. પ્રજ્વલે ભારત આવતા પહેલા જ 29 મેએ સેશન કોર્ટમાં અગ્રિમ જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ હવે તેમની ધરપકડ થઈ ગઈ છે. માટે હવે તે ટેક્નીકલ રીતે તેમની જામીન અરજી થઈ ગઈ છે. તેના પર શુક્રવારે સુનાવણી થશે.