ગાઝા શહેરમાં ઈઝરાયેલનો નરસંહાર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વિશ્વવ્યાપી ટીકાઓનો સામનો કરવા છતાં, નેતન્યાહૂ અને તેમના દળો ગાઝા અને રફાહ પર તેમના હુમલાઓ ચાલુ રાખી રહ્યા છે. આ વખતે ઈઝરાયેલની સેનાએ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસરત કેમ્પમાં રહેતા નિર્દોષ લોકોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. સ્કૂલ પર થયેલા હુમલામાં ૩૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ હોસ્પિટલના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયેલના ફાઇટર જેટે સ્કૂલના ઓછામાં ઓછા ત્રણ ક્લાસરૂમ પર બોમ્બમારો કર્યો અને ઘણા લોકો માર્યા ગયા. ઇઝરાયેલના તાજેતરના હુમલા મધ્ય ગાઝાની એક શાળામાં થયા હતા. આ સ્કૂલમાં સેંકડો પેલેસ્ટિનિયનોએ આશરો લીધો છે.