Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મે મહિનામાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ

પ્રશાંત મહાસાગરની સપાટીનું અસામાન્ય રીતે ગરમ થવું અને ગ્રીનહાઉસ ગેસનું વધતું ઉત્સર્જન જવાબદાર

dharmendravaghela by dharmendravaghela
2024-06-08 11:43:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મે મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વૈજ્ઞાાનિકોના એક જૂથે કલાયમેટની સમીક્ષા કર્યા પછી જણાવ્યું કે ભારતમાં જોવા મળેલી હીટ વેવ અત્યાર સુધીની સૌથી વધારે છે. જે સામાન્ય કરતા ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ હતી. ક્લાઇમેટમીટરના સમીક્ષકોએ જણાવ્યું છે કે મેમાં ભારતમાં ચાલેલી હીટવેવ માટે અલ નીનોની અસર, મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરની સપાટીનું અસામાન્ય રીતે ગરમ થવું અને ગ્રીનહાઉસ ગેસનું વધતું ઉત્સર્જન જવાબદાર છે.
વૈજ્ઞાાનિકોએ વર્ષ ૧૯૭૯-૨૦૦૧ અને વર્ષ ૨૦૦૧-૨૦૨૩ની વચ્ચેના તાપમાનની સરખામણી કરી હતી. આ સરખામણીના આધારે વૈજ્ઞાાનિકોએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીની સૌથી વધારે ગરમ હીટવેવ કરતા પણ મેની હીટવેવ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ હતી. વૈજ્ઞાાનિકોએ જણાવ્યું છે કે હવે ભારતમાં હીટવેવ માનવીય સહનશીલતાથી વધતી જઇ રહી છે અને તેનું કારણ જીવાશ્મ ઇંધણનો વધારે ઉપયોગ છે.
ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના ડેવિડ ફ્રાંડાએ જણાવ્યું છે કે ભારતમાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું છે અને તેનો કોઇ ટેકનિકલ ઉકેલ દેખાઇ રહ્યો નથી. આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાના પ્રયત્નો કરવા જોઇએ. સિંગાપોર યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકોએ જણાવ્યું છે કે ભવિષ્યમાં હીટવેવ વધારે ગંભીર બનશે. વિશ્વનું તાપમાન વધવાનું કારણ અલ નીનો અસરની સાથે માનવ નિર્મિત કલાયમેટ ચેન્જ છે.
દેશના મોટા ૧૫૦ જળાશયોમાં પાણી ઘટીને ૨૨ ટકા રહી ગયું છે. ઉર્જાનો ઉપયોગ વધવાને કારણે કેટલાક રાજ્યો વીજ કાપની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં ૨૫ હજાર હીટ સ્ટ્રોકના કેસો સામે આવ્યા છે જેમાં ૫૬ લોકોના મોત ગરમીથી સંબધિત બિમારીઓને કારણે થયા છે. જે પૈકી ૪૬ મોત એકલા મે મહિનામાં જ થયા છે.

Tags: garami recordindiamay
Previous Post

I.N.D.I. ગઠબંધનમાં બેઠકોનો રાઉન્ડ

Next Post

નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 5 નક્સલવાદીઓ ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 5 નક્સલવાદીઓ ઠાર

નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 5 નક્સલવાદીઓ ઠાર

T20 વર્લ્ડ કપ : અફઘાનિસ્તાને એકતરફી જીત મેળવી

T20 વર્લ્ડ કપ : અફઘાનિસ્તાને એકતરફી જીત મેળવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.