ગુજરાતની જુદીજુદી કોર્ટમાં MP અને MLA સામેના કેસો પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે આ કેસોના ઝડપી નિકાલ માટે 15 દિવસ કરતાં વધુ સમયની મુદ્દત આપી શકાતી નથી. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો 5 ચૂંટાયેલા સંસદ સભ્યો સામે ગુનો દાખલ થયેલો છે અને કોર્ટ કેસ ચાલી રહ્યા છે. જે 19 ટકા જેટલો આંકડો થવા જાય છે. ચૂંટાયેલા સાંસદો ઉપરાંત રાજ્ય સભા સાંસદ સંજયસિંહ પર પણ કેસ ચાલે છે.
2022ની ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના રિપોર્ટ મુજબ 182 જીતેલા ધારાસભ્યો પૈકી 40 ધારાસભ્યો સામે કેસ થયેલા છે. જેમાં ભાજપના 156 ધારાસભ્યોમાંથી 8, કોંગ્રેસના 17માંથી 9, આમ આદમી પાર્ટીના 5માંથી 2, સપાના 1 અને અન્યના 3માંથી 2 સામે કેસ દાખલ થયેલા છે. જે 22 ટકા જેટલો આંકડો જવા થયા છે.