ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના આગામી આયોજનો, નીતિગત વિષયોની પણ સમીક્ષા થશે.
આ સિવાય આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ અંગે, શાળા પ્રવેશોત્સવ યોજવાને લઈ, શાળામાં ફાયર સેફ્ટીના સાધનો, સ્કૂલવાનના વાનચાલકોની હડતાલ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે 20 જૂને SIT સરકારને રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સોંપશે. ત્યારે આજે રાજકોટ અગ્નિકાંડને લઈને SITના તૈયાર થતાં રિપોર્ટને લઈને પણ ચર્ચા થશે. આ સિવાય 27 થી 29 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજવાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ હવે ચોમાસું શરૂ થઈ ગયું છે, પણ રાજ્યમાં વરસાદ ખેંચાતા વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા થશે. આ સાથે જ સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.