રિલાયન્સ જિયો અને ભારતીય એરટેલ બાદ વોડાફોન આઈડિયાએ મોબાઇલ ટેરિફમાં વધારો કર્યો છે. પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઇલ ટેરિફમાં ૧૦થી ૨૧ ટકા સુધીનો વધારો કર્યો છે.
વોડાફોન આઈડિયાએ સ્ટોક એક્સચેન્જની પાસે રેગ્લુલેટરી ફાઇલિંગમાં ટેરિફ વધારવાના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે કંપનીએ એન્ટ્રી લેવલ યૂઝર્સને સપોર્ટ કરવા માટે પોતાના સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને એન્ટ્રી લેવલ -ાઇઝને નોમિનલ રાખવામાં આવી છે, જ્યારે વધુ યૂઝેસને વધુ કિંમતની સાથે જોડવામાં આવી છે. કંપનીના ટેરિફ વધારા પર નજર કરીએ તો ૧૭૯ રૂપિયાવાળા પ્લાન માટે ગ્રાહકે હવે ૧૯૯ રૂપિયા આપવા પડશે. તો ૪૫૯ રૂપિયાના પ્લાન માટે ૫૦૯ રૂપિયા અને ૧૭૯૯ રૂપિયાવાળા પ્લાન માટે ૧૯૯૯ રૂપિયા આપવા પડશે.
પોસ્ટપેડ પ્લાનમાં ૪૦૧ રૂપિયાવાળા પ્લાન માટે ૪૫૧ રૂપિયા, ૫૦૧ રૂપિયાવાળા પ્લાન માટે ૫૫૧ રૂપિયા, ૬૦૧ રૂપિયાવાળા ફેમેલી પ્લાન માટે ૭૦૧ રૂપિયા અને ૧૦૦૧ રૂપિયાવાળા ફેમેલી પ્લાન માટે ૧૨૦૧ રૂપિયા આપવા પડશે.
ટેલીકોમ કંપનીઓએ ડિસેમ્બર ૨૦૨૧ બાદથી મોબાઇલ ટેરિફમાં વધારો કર્યો નથી. જ્યારે આ સમય દરમિયાન કંપનીઓએ ૫જી સ્પેક્ટ્રમ ખરીદવાની સાથે સર્વિસને લોન્ચ કરી છે. જ્યારે વોડાફોન આઈડિયા ૫જી સેવા લોન્ચ કરવા જઈ રહી છે. તેવામાં મોટા પાયા પર કરવામાં આવેલા રોકાણ બાદ કંપનીઓએ ટેરિફ વધારવાનો નિર્ણય કર્યો છે.