NEET પેપર લીક કેસમાં CBIએ મંગળવારે) વધુ બે લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોના નામ પંકજ અને રાજુ છે. પંકજને પટનામાંથી અને રાજકુમાર સિંહ ઉર્ફે રાજુને હજારીબાગ, ઝારખંડમાંથી પકડવામાં આવ્યો છે. પંકજ પર NEET પેપર ચોરી કરવાનો આરોપ છે.
પંકજ કુમાર ઉર્ફે આદિત્ય વિશે માહિતી મળી છે કે તેણે 2017માં NIT જમશેદપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. પંકજ કુમારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ટ્રકમાંથી પેપરની ચોરી કરી હતી. આ પછી પેપર વધુ વિતરણ માટે આપવામાં આવ્યું હતું. પંકજ કુમાર બોકારોનો રહેવાસી છે. NEET-UG પેપર લીક કેસમાં CBIએ અત્યાર સુધીમાં 12 ધરપકડ કરી છે.CBIની ટીમ 2 દિવસ માટે હજારીબાગ જઈ રહી હતી. 15 જુલાઈના રોજ ટીમે હજારીબાગના રામનગરમાં રાજ ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા હતા. આ પહેલાં કડમા સ્થિત રાજ ગેસ્ટ હાઉસના માલિક રાજકુમાર સિંહ ઉર્ફે રાજુના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
અગાઉ 20 જૂને NTAની માગણી પર સુપ્રીમ કોર્ટે કલકત્તા, બોમ્બે અને જોધપુર હાઈકોર્ટમાં એજન્સી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી પર રોક લગાવી દીધી હતી. પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ સામે આ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ પછી NTAએ બાકીની અરજીઓ ટ્રાન્સફર કરવાની અપીલ કરી. આ અરજીઓ પરીક્ષાઓ રદ કરવા સંબંધિત છે. તે જ સમયે, NEET પેપર લીક અને પરીક્ષા રદ કરવા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જુલાઈના રોજ થશે.