ખાલિસ્તાનીઓ દ્વારા લાલ કિલ્લો અને સંસદને ઉડાવવાની ધમકી અપાઈ હોવાનો કેરળના રાજ્યસભા સાંસદ વી. શિવદાસને ચોંકાવનારો દાવો કર્યો છે. સાંસદ વી શિવદાસનના જણાવ્યા અનુસાર, તેમને ફોન પર આ ધમકી મળી હતી. સાંસદના જણાવ્યા અનુસાર, તેમને એક ફોન કોલ આવ્યો હતો જેમાં તેમને ધમકી આપવામાં આવી હતી કે સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે આ ફોન કોલ શીખ ફોર જસ્ટિસ (SJF)ના નામે કરવામાં આવ્યો હતો. આ મામલે તેમણે ઉપરાષ્ટ્રપતિને પણ પત્ર લખીને માહિતી આપી છે.