મધ્યપ્રદેશમાંથી એક મોટી ઘટના સામે આવી છે. મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને કારણે લોકો બસની અંદર ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું હતું, જ્યારે 10 મુસાફરો ઘાયલ થયા હતા. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
આ અકસ્માત ખંડવાના પંઢાણા રોડ પર સ્થિત પાંજરીયા પાસે થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખંડવાથી બુરહાનપુર જઈ રહી હતી. હાઇસ્પીડ બસ ઓવરટેક કરતી વખતે પલટી ખાઇ જતાં તેમાં મુસાફરી કરી રહેલા લોકોમાં હોબાળો મચી ગયો હતો. જેના પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન કોઈએ પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી હતી.