મુંબઈમાં અનંત અને રાધિકા અંબાણીનાં લગ્નના ભવ્ય સમારંભની તસવીરો હજી પણ લોકોના મસ્તિષ્કમાં જડાયેલી છે ત્યારે લંડનમાં પોસ્ટ વેડિંગ ઇવેન્ટ્સની તૈયારીઓ ચાલી રહી છે. પરિવારના સભ્યો લંડન પહોંચી ગયા છે. એ માટે 300 એકરમાં બનેલી અંબાણીની મહેલ જેવી સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબ એન્ડ હોટલ સપ્ટેમ્બર સુધી બુક કરી લેવાઈ છે. મુકેશ અંબાણીએ 2021માં 592 કરોડ રૂપિયામાં આ હોટલ ખરીદી હતી.
સ્ટોક પાર્ક હોટલમાં 49 આલીશાન ઓરડા, 3 શ્રેષ્ઠ રેસ્તોરાં, 13 ટેનિસ કોર્ટ, 4000 વર્ગ ફૂટનું જિમ, એક ફિટનેસ સેન્ટર, ઇન્ડોર અને આઉટડોર સ્વીમિંગ પૂલ અને 27 હોલ ચૅમ્પિયનશિપ ગોલ્ફ કોર્સ પણ છે.
‘ધ સન’ અનુસાર 2 મહિના ઇવેન્ટ્સનો સીલસીલો ચાલશે. પૂર્વ બ્રિટિશ પીએમ ટોની બ્લેર, બોરિસ જૉન્સન, અને પ્રિન્સ હૅરી સહિત અનેક આંતરરાષ્ટ્રીય અને ભારતીય હસ્તીઓ આવશે.