પેરિસ ઓલિમ્પિકમાં ગેમ્સ શરૂ છે. 117 ભારતીય ખેલાડીઓ 16 રમતોમાં 71 ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરશે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત 16 રમતોમાં ભાગ લઈ રહ્યું છે. આમાંથી 9 રમતો એવી છે જેમાં ભારતીય ખેલાડીઓ મેડલ જીતવાના દાવેદાર માનવામાં આવે છે. આ રમતોમાં આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, હોકી, ગોલ્ફ, શૂટિંગ, વેઈટલિફ્ટિંગ અને કુસ્તીનો સમાવેશ થાય છે. કેટલીક રમતોમાં એકથી વધુ મેડલની અપેક્ષા રાખી છે.
આ સિવાય ભારતીય ખેલાડીઓ વધુ 7 રમતોમાં પણ ભાગ લેશે, પરંતુ ઈતિહાસ અને તાજેતરના રેકોર્ડને જોતા તેમાં મેડલની આશા ઓછી છે.
ભારતને સૌથી વધુ મેડલની આશા શૂટિંગમાંથી છે. ભારતીય શૂટર્સ મેન્સ અને વુમન્સ બંને કેટેગરીમાં દરેક 6 ઇવેન્ટમાં ભાગ લેશે. મેન્સ કેટેગરીમાં 10 શૂટર્સ અને વુમન્સ કેટેગરીમાં 11 શૂટર્સ મેડલ જીતવાનું ટાર્ગેટ રાખશે. તેમાંથી 10 શૂટર્સ પણ 3 ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે.મનુ ભાકર 2 વ્યક્તિગત ઇવેન્ટમાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય હશે. તેણે 10 મીટર એર અને 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ક્વોલિફાય કર્યું છે. આ સાથે તે 10 મીટર એર પિસ્ટલ ટીમ ઇવેન્ટનો પણ ભાગ છે. આગળના ગ્રાફિક્સમાં જુઓ કે કયા શૂટર કઈ ઇવેન્ટમાં ભાગ લેશે.
ભારતે તીરંદાજીમાં સંપૂર્ણ ટીમ ઉતારી છે. 5 ઇવેન્ટમાં મેન્સ અને વુમન્સ બંને કેટેગરીના 3-3 તીરંદાજો ભાગ લેશે. ભારત મેન્સ અને વુમન્સ બંને શ્રેણીમાં ટીમ ઇવેન્ટ્સમાં રેન્કિંગના આધારે ક્વોલિફાય થયું. તેથી, દેશ ત્રણેય ઇવેન્ટ્સમાં ભાગ લેશે- મેન્સ-વુમન્સ ઈન્ડિવિઝ્યુઅલ મેન્સ-વુમન્સ ટીમ અને મિક્સ્ડ ટીમ. બેડમિન્ટનમાં ભારત મિક્સ્ડ ડબલ્સ સિવાયની તમામ 4 ઇવેન્ટમાં ક્વોલિફાય થયું. બે શટલરે મેન્સ સિંગલ્સમાં અને એક શટલરે મહિલા સિંગલ્સમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે મેન્સ ડબલ્સમાં અને વુમન્સ ડબલ્સમાં દરેક એક જોડી ક્વોલિફાય થઈ હતી. 7 શટલરના રેકેટમાં 4 ગોલ્ડ મેડલ દાવ પર છે.