શ્રીલંકાએ વુમન્સ એશિયા કપ 2024નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમે ફાઇનલમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 61 રન અને હર્ષિતા સમરવિક્રમાએ 69 રન બનાવ્યા હતા. બંનેએ 87 રનની ભાગીદારી પણ કરી હતી.2004માં શરૂ થયેલી મહિલા એશિયામાં શ્રીલંકા પ્રથમ વખત ચેમ્પિયન બની હતી, આ ટીમ આ પહેલા 5 વખત રનર્સઅપ રહી હતી. આ સાથે જ ભારત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં હારી ગયું. આ ટીમ અગાઉ 2018માં બાંગ્લાદેશ સામે હારી હતી. ભારતે 7 વખત વુમન્સ એશિયા કપ જીત્યો છે.
દાંબુલામાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી હતી. જેમિમાહ રોડ્રિગ્ઝે 29 અને રિચા ઘોષે 30 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કવિશા દિલહારીએ 2 વિકેટ લીધી હતી. શ્રીલંકાએ 19 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ તરફથી કવિશા દિલહારી 30 રન બનાવ્યા બાદ અણનમ રહી, તેણે પૂજા વસ્ત્રાકર સામે વિજયી સિક્સ ફટકારી. ભારત તરફથી દીપ્તિ શર્માએ એક વિકેટ લીધી હતી. એક બેટર રન આઉટ થયો હતો.