ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા વેઇટ કેટેગરીની ફાઈનલમાં પહોંચી છે. હવે તે આજે બુધવારે રાત્રે 10 વાગ્યા પછી ગોલ્ડ માટે દાવ લગાવશે.ફાઈનલમાં વિનેશ ફોગાટે ક્યુબાની રેસલર ગુઝમેન લોપેઝને 5-0થી હરાવી હતી. તેનો કેટેગરીની પ્રથમ મેચમાં, ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકી સાથે થયો હતો. વિનેશે સુસાકીને 3-2થી હરાવી હતી.
ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ઈતિહાસ રચ્યો છે. ફાઈનલમાં પ્રવેશ કરીને તેણે પોતાનો મેડલ પાક્કો કર્યો છે. મંગળવારે, તેણે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની રેસલર યુસ્નેલીસ ગુઝમેનને 5-0 થી હરાવી હતી. આ સાથે જ તે રેસલિંગની કોઈપણ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચનાર પહેલી મહિલા રેસલર બની છે.
ગોલ્ડન બોય નીરજ ચોપરાએ જેવલિન થ્રોની ફાઈનલમાં ક્વોલિફાય કર્યું
બીજી તરફ, ભારતનો ગોલ્ડન બોય નીરજ ચોપરાએ જેવલિન થ્રોની ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતું. નીરજ મંગળવારે જેવલિન થ્રેના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જોવા મળ્યો હતો. તેણે 89.34 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. નીરજનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. નીરજના હરીફ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.63 મીટર અને પાકિસ્તાનના અરશદ નદીમે 86.59 મીટર થ્રો કરીને ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતું.