મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે રવિવારે સવારે 6 વાગ્યાથી ડેમના 9 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવતાં નવા નીરની આવક થવા લાગી હતી જેના કારણે ડેમથી 12 કિમીના અંતરે આવેલો ગરુડેશ્વરનો કોઝવે ઓવરફલો થઇ ગયો છે. કોઝવેની સપાટી 18.59 મીટર પર પહોંચી છે. કોઝવે ઓવરફલો થતા પાણી સીધુ નદીમાં આવી રહ્યું છે. કોઝવેની લંબાઇ 1,500 મીટરની છે કેવડિયામાં નર્મદા ડેમથી 12 કિમીના અંતરે ગરુડેશ્વરનો કોઝવે બનાવવામાં આવ્યો છે. જેની ઊંચાઇ 32 મીટર અને પહોળાઇ 1,500 મીટરની છે. ડેમ અને કોઝવે વચ્ચે 12 કિમીના સરોવરનું નિર્માણ થયું છે. આ સરોવરમાં ક્રુઝનું સંચાલન તથા અન્ય પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
ઓવરફલો થતું પાણી નદીમાં વહીને ભરૂચ તરફ આવે છે ગરુડેશ્વર કોઝવે ઓવરફલો થઇ રહયો હોવાથી પાણી હવે નદીમાં વહીને ભરૂચ તરફ આવી રહયું છે. ડેમમાંથી આવી રહેલાં પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 11 ફૂટ પર પહોંચી છે. ગોલ્ડનબ્રિજ ખાતે નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે.