ભાજપના આગામી અધ્યક્ષની રેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ ચર્ચામાં છે. જોકે, ફડણવીસ કે ભાજપ તરફથી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેમના નામની અટકળોએ જોર પકડ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. નવા પ્રમુખના નામને હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ તાજેતરમાં આ અંગે ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. એવી અટકળો છે કે પાર્ટીનું નેતૃત્વ પણ ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગ અથવા મહિલા નેતાના હાથમાં જઈ શકે છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે લાંબી બેઠક થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે 5 કલાક સુધી ચાલેલી બેઠકમાં નવા પ્રમુખ અથવા કાર્યકારી પ્રમુખને લઈને વિચારમંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહાસચિવ બીએલ સંતોષ, આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અને સંયુક્ત મહાસચિવ અરુણ કુમાર હાજર રહ્યા હતા.