અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોલીયા ગામે વરસાદ અને ઉપરવાસના પાણી ભરાઈ જતા ગામના લોકોને મૃતકની અંતિમક્રિયા કરવા માટે સ્મશાન સુધી જવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ગ્રામજનો કેડસમા પાણીમાં અંતિમયાત્રા કાઢવા માટે મજબુર બન્યા છે.
લોલીયા ગામે દેવીપૂજક સમાજના પોલાભાઈ હરૂભાઈનું અવસાન થતા તેમની અંતિમયાત્રા કેડસમા પાણીમાંથી કાઢવી પડી. તેમજ સ્મશાન સુધી પહોંચી શકાય એમ ન હોવાથી એક ટેકરી પર અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. દેવીપૂજક સમાજના લોકોએ સ્મશાન સુધી રસ્તો બનાવવા માટે માંગ કરી હતી.