અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નીતેશ રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ 302, 153 સહિત અન્ય કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. નીતેશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે ચૂંટી ચૂંટીને મારીશું. નીતેશ રાણે વિરૂદ્ધ અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ ફરિયાદ નોંધવામાં આવી છે.
મહારાષ્ટ્રના અહમદનગરમાં રામગિરિ મહારાજના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં હિન્દૂ સમાજના લોકો હાજર રહ્યાં હતા. રેલી બાદ નીતેશ રાણેની એક સભા યોજાઇ હતી જેમાં તેમને મુસ્લિમોને ખુલ્લી ધમકી આપી હતી. મહંત રામગિરિ મહારાજે મુસ્લિમ સમાજના પયગમ્બર પર ટિપ્પણી કર્યા બાદ રાજ્યના અલગ અલગ જિલ્લામાં મહારાજ વિરૂદ્ધ રેલી કાઢવામાં આવી હતી. તે બાદ હવે અહમદનગરમાં સકલ હિન્દૂ સમાજ તરફથી રામગિરિ મહારાજના સમર્થનમાં ભાજપના નેતા નીતેશ રાણેના નેતૃત્ત્વમાં રેલી કાઢવામાં આવી હતી.