સુરતના કોલકાતા રેપ-મર્ડરની ઘટનાએ દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાને લઇ વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા ટ્વીટ કરવામાં આવ્યા હતા ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે, એક્ટની નહિ પરંતુ એક્શનની જરૂરિયાત છે. પોસ્કો એક્ટ અંતર્ગત 4 વર્ષમાં ગુજરાતની અંદર 695 આરોપીઓને સજા કરવામાં આવી છે. જયારે 2 વર્ષમાં 13 લોકોને ફાંસી અપાવવામાં સફળતા મળી છે. 2024 પૂરું થતા સુધીમાં 370 ઉપર સજા આપવામાં સફળતા મળશે.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા દુષ્કર્મ ગેસ મામલે નવા કાયદાને લઈ જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટ્વીટ કર્યું છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મમતા સરકારને નવા કાયદાને લઈ આડે હાથ લેતા જોવા મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓને સજા કરવા માટે કોઈ કાયદાની જરૂરિયાત નથી. કેન્દ્ર સરકારના પોસ્કો અને અન્ય કાયદા હેઠળ પણ આરોપી અને તાત્કાલિક સજા કરાવી શકાય છે. તેઓએ આ સંદર્ભે ગુજરાતના અનેક કેસો અને જજમેન્ટને લઇ દાખલા પણ આપ્યા હતા.