બાળકો ગમે ત્યા અને ગમે તે રીતે રમતા હોય છે. તેમનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. બાળકોની સારસંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં એક આવી જ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ હતી.
માળા ગળી જતા બાળકીને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ હતી. પરિવાર બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ડૉક્ટરે એક્સરે કરાતા પેટમાં મણકાની માળા દેખાઈ હતી. જેથી હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢી લેવામાં આવી છે. ડૉક્ટરના જણાવ્યાનુસાર કે, માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા. જો કે, ડૉક્ટરોએ આંતરડાના કાળા રિપેર કરી બાળકીનો જીવ બચાવી લીધો હતો.