દરિયામાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું યાગી સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યું છે. 30 વર્ષ પછી આવેલા આ ભયંકર ચક્રવાતી તોફાનના કારણે તમામ દેશો હવામાનની અસરનો સામનો કરી રહ્યા છે. આ વાવાઝોડું પહેલા દક્ષિણ ચીનના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ત્યારબાદ 2 દિવસમાં તે સુપર ટાયફૂન બની ગયું અને 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિયેતનામ તરફ આગળ વધ્યું. તેણે ફિલિપાઈન્સ, વિયેતનામ, થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ, નામીબિયા વગેરે દેશોમાં તબાહી મચાવી હતી.આ ભયાનક વાવાઝોડું હવે ભારત તરફ વળ્યું છે. આ કારણે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે આ મહિનામાં ચોમાસું લગભગ વિદાય લઇ લે છે પરંતુ યાગી વાવાઝોડાની અસરને કારણે આ વખતે 15 સપ્ટેમ્બર પછી પણ ચોમાસાએ વિદાય લીધી નથી. તોફાન યાગીએ 3800 કિલોમીટર દૂર ભારતમાં આવ્યા બાદ પણ તેની અસર દેખાડી છે, જેના પરિણામે દિલ્હી-એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ થોડા દિવસો સુધી હવામાન આવું જ રહેવાની સંભાવના છે.